Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો.ના બોર્ડમાં સફાઇ, રોસ્ટર, વેસ્ટ ટુ એનર્જી મામલે વિપક્ષની તડાપીટ

જામ્યુકો.ના બોર્ડમાં સફાઇ, રોસ્ટર, વેસ્ટ ટુ એનર્જી મામલે વિપક્ષની તડાપીટ

સીડીએસ જનરલ બિપીન રાવતને બોર્ડની શ્રધ્ધાંજલિ : નવ નિવાર્ચિત વિપક્ષી નેતા આનંદ રાઠોડે રોસ્ટરનો મુદ્દો ઉઠાવ્યો : કેમિકલ છંટકાવ કરી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કચરાની દુર્ગંધ બંધ કરવાનો પ્રયાસ-મેયર

- Advertisement -

જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ શહેરમાં સફાઇનો મુદ્ો ઉઠાવ્યો હતો. ખાસ કરીને શહેરની ખાનગી સોસાયટીઓમાં સફાઇ કાર્ય થતું ન હોવા અંગે વિપક્ષોએ તડાપીટ બોલાવી હતી. તેમજ સફાઇ કામદારોને આપવામાં આવતું વળતર ખૂબ જ ઓછું અને અપમાનજનક હોવાનું જણાવ્યું હતું. સતાપક્ષના સભ્યો દ્વારા વિપક્ષની રજૂઆતને કાઉન્ટર કરવામાં આવી હતી.

- Advertisement -

મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આજે જામનગર મહાપાલિકાના સામાન્ય સભા યોજાઇ હતી. આ સભાના એજન્ડામાં ખાસ કોઇ મુદાઓ ન હોય હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સીડીએસ જનરલ બિપની રાવતને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ર્નોતરી હાથ ધરવામાં આવી હતી. પ્રશ્ર્નોતરી દરમ્યાન વિપક્ષના નવનિર્વાચિત નેતા આનંદ રાઠોડે ખાનગી સોસાયટીઓમાં સફાઇનો મુદો ઉઠાવ્યો હતો. ખાનગી સોસાયટીઓમાં સફાઇ કામદારોને માત્ર 5,000 રૂપિયા જેવું વળતર આપવામાં આવે છે જે અન્યાય કારક હોવાનું જણાવ્યું હતું. 150 જેટલા સફાઇ કામદાર હોવા છતાં સફાઇ કાર્ય બરાબર થતું ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ સતાપક્ષના ગોપાલ સોરઠિયાએ જણાવ્યું હતું કે, તેમના વોર્ડમાં 32 જેટલી ખાનગી સોસાયટીઓ આવેલી છે જયાં કોઇ સમસ્યા નથી અને નિયમિત રીતે સફાઇ કાર્ય થાય છે.

- Advertisement -

આ ઉપરાંત વિપક્ષી નેતા દ્વારા રોસ્ટરનો મુદો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે 2008થી અત્યાર સુધીની રોસ્ટરની માહિતી માંગી હતી. તેમજ રોસ્ટર અંતર્ગત કેટલા કર્મચારીઓની ભરતી અને બઢતી કરવામાં આવી તે અંગે પણ જાણકારી માંગી હતી. તેમણે કહ્યું કે, ફાયર શાખામાં 42 જગ્યા સામે 31ને સિલેકટ કરવામાં આવ્યા છે જેમાં કોઇ અનુસૂચિત જનજાતિના ઉમેદવારને લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફીએ જણાવ્યું હતું કે, સફાઇ કામદારોની હડતાળને કારણે શહેરમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાને કાર્યબધ્ધ છે. એક તરફ કોરોના વકરી રહયો છે તો બીજી તરફ સફાઇ કામદારોને હડતાળ પર હોવાને કારણે સ્થિતિ કથળી છે. આ ઉપરાંત બોર્ડમાં ફાયર સેફટીનો મુદો પણ ઉઠાવવામાં આવ્યો હતો. શહેરમાં લગભગ 700 જેટલા એકમોને ફાયર સેફટી અંગે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. તો બીજી તરફ નોટિસ આપ્યા બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ જેનબબેન ખફીએ કર્યો હતો. તેમણે કહ્યું કે, શહેરની વિભાજી અને નેશનલ સ્કૂલને નોટિસ આપવામાં આવી પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના જવાબમાં મેયરે કહ્રયું હતું કે, વિભાજી સામે ફાયર સેફટી અંગે કાર્યવાહી ચાલી રહી છે. બોર્ડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની દુર્ગંધ અને પ્રદુષણનો મુદો પણ ઉઠયો હતો. જે અંગે સતાપક્ષ દ્વારા જણાવાયું હતું કે, કચરાના ઢગલાં પર કેમિકલ છંટકાવ કરીને દુર્ગધ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જયારે કોર્પોરેટર કેશુભાઇ માડમે કહ્યું હતું કે, વેસ્ટ ટુ એનર્જી મામલે માત્ર રાજકારણ ખેલાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular