એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એલોક્યુશન સ્પર્ધામાં બીજો નંબર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં 12 જાન્યુઆરીના રોજ ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા એલોક્યુશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતી ન્યૂઝપેપર વિતરક કે.પી. જાડેજાની પુત્રી શ્રુતિબા જાડેજાએ બીજો નંબર મેળવી જાડેજા પરિવારનું ગૌરવ વધાર્યું છે.