Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમાં કોરોનાના સંક્રમણમાં અંશત: ઘટાડો, 67 પોઝિટિવ કેસ

હાલારમાં કોરોનાના સંક્રમણમાં અંશત: ઘટાડો, 67 પોઝિટિવ કેસ

જામનગર શહેરમાં 46 અને ગ્રામ્યમાં 11 નવા કેસ : દ્વારકામાં 9 અને ખંભાળિયામાં વધુ એક પોઝિટિવ કેસ

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા છેલ્લાં એક સપ્તાહથી સંક્રમણ સતત વકરતું જાય છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 67 સુધી પહોંચી ગઈ છે. તેમજ હાલારમાં માત્ર 18 દર્દી સાજા થયા હતાં.

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટની એન્ટ્રીથી કોરોના સંક્રમણ સમગ્ર વિશ્ર્વમાં સતત વકરતું જાય છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળે છે. ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કફર્યૂનો સમય પણ તકેદારીના ભાગરૂપે વધારી દેવામાં આવ્યો હતો. જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. છેલ્લાંં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં સોમવારે 46 અને ગ્રામ્યમાં 11 મળી કુલ 57 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 18 દર્દીઓ સાજા થયા હતાં તેની સામે દ્વારકા જિલ્લામાં કોરોનામાં નવા 10 દર્દીનો ઉમેરો થયો હતો. આ 10 દર્દી પૈકીના 9 દર્દી દ્વારકાના અને ખંભાળિયામાં 1 નવા દર્દી ઉમેરાયા છે. આમ, હાલારમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 67 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવાર તથા રવિવારના બે દિવસમાં 25 કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગઈકાલે સોમવારે કોરોના કૂણો પડ્યો હોય તેમ નવા દસ કેસ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે કુલ 1,335 નાગરિકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા દ્વારકા તાલુકામાં 9 અને ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં એક મળી કુલ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular