સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રણજીતનગર શાખામાં સંયુક્ત બચત ખાતુ ધરાવતાવસંતરાય હિંમતલાલ પંડિત તથા તેજસ વસંતરાય પંડિતના ખાતામાં તા. 1-12-2013ના રોજનો રૂા. 3 લાખનો ચેક જમા કરાવ્યો હતો. જે-તે સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નવી ઇન્ટ્રોડયુસ કરેલ સીટીએસ (ચેક ટ્રન્કેશન સિસ્ટમ) કે જે ઓટો જનરેટ સિસ્ટમ છે. તેના પરિણામે મજકુર ખાતામાં તા. 28-2-2014 તથા તા. 15-3-2014ના રોજ અનુક્રમે તા. 3 લાખ બે વખત જમા થઇને કુલ રૂા. 6 લાખ ભૂલથી જમા થયા હતાં.
બેંક દ્વારા અનેક વખતની લેખિત-મૌખિક વિનંતી છતાં પિતા-પુત્ર બંનેએ તેવી રકમ બેંકને પરત કરી નહીં જેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ચીફ મેનેજર આર.એસ. બિષ્ટે બેંકના લીગલ એડવાઇઝર મારફત દાવાની તારીખે લ્હેણી નિકળતી રકમ રૂા. 6,63,053 વ્યાજ સહિત પરત મળવા દાવો કર્યો હતો.
દાવા દરમિયાન વસંતરાય હિંમતલાલ પંડીત અવસાન પામ્યા હતાં. જ્યારે તેજસ વસંતરાય પંડીત વિરુધ્ધ તેઓ હાજર નહીં રહેતા દાવાની કાર્યવાહી એકતરફી ચાલી હતી. બેંક તરફે હાજર રહેલ ધારાશાસ્ત્રી તરફે કરાયેલ રજૂઆતો તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ જામનગરની અદાલતે દાવાની માગણી મુજબની રકમ બેંક વ્યાજ સહિત પરત મેળવવા હક્કદાર થતી હોવાનું કરાવી સને-2021ની 31મી ડિસેમ્બરનો વર્ષનો છેલ્લો ચુકાદો જાહેર કરી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા પ્રતિવાદી પાસેથી રૂા. 6,63,053 વાર્ષિક 6 ટકાના વ્યાજ સહિત વસુલ મેળવવા હક્કદાર છે. તેમજ બેંકને થયેલ તમામ ખર્ચ પ્રતિવાદીએ બેંકને ચૂકવવું તેવો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે.
આ કેસમાં બેંક તરફે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા જીતેશ એમ. મહેતા રોકાયેલ હતાં.