Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉનનો ડર ! : મુંબઈ રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પહોચ્યાં

લોકડાઉનનો ડર ! : મુંબઈ રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પહોચ્યાં

- Advertisement -

કોરોનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન બાદ મોટા શહેરોમાંથી ઘરે પરત ફરતા સ્થળાંતરીઓની હ્રદયસ્પર્શી તસવીરો આપણે બધાએ જોઈ છે. ત્યારે ત્રીજી લહેરમાં લોકડાઉનના દર વચ્ચે ફરી એકવાર આવો જ નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પરપ્રાંતિય મજૂરોએ રેલવે સ્ટેશન પર પડાવ નાખ્યો છે. દરેકનો પ્રયાસ છે કે લોકડાઉન પહેલા તેઓ તેમના ગામ અને ઘર સુધી પહોંચી જાય.

- Advertisement -

મુંબઈના લોકમાન્ય તિલક રેલ્વે સ્ટેશન પર ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી ભીડ વધવા લાગી હતી. જેમાં મોટાભાગના મજૂરો હતા. તેમનું કહેવું હતું કે લોકડાઉન થશે તો ફરીથી ભૂખ્યા રહેવાનો વારો આવશે. પોલીસે પણ તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ મોડી રાત્રીથી ટ્રેનની રાહ જોઈને બેઠેલા મજૂરો વહેલી સવારે ટ્રેન આવી ત્યારે દોડાદોડી કરવા લાગ્યા હતા.

- Advertisement -

દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોનાને લઈને વધી રહેલી કડકાઈથી ત્યાં કામ કરતા મજૂરો ખૂબ જ પરેશાન છે. જેના કારણે હવે ડઝનબંધ મજૂરોએ વતન પરત ફરવાનું શરૂ કરી દીધું છે. એક તરફ કોરોનાથી બચવાની લડાઈ અને બીજી તરફ રોજગારી છીનવાઈ જવાના ડરથી તેમના ચહેરા નિરાશ થઈ ગયા છે. અંદાજિત આંકડાઓ અનુસાર, મંગળવારે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર અને અન્ય મહાનગરોમાંથી 400 થી વધુ લોકો તેમના ઘરે પરત ફર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular