- Advertisement -
ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટામાં ગત રાત્રીથી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે. ખાસ કરીને આજે સવારે મોસમની સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.
આજે વહેલી સવારે તાપમાનનો પારો ગગડીને સિંગલ ડીઝીટ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે કાતિલ ઠંડી અનુભવાઈ હતી. મોસમની પ્રથમ વખત નોંધપાત્ર ઠંડી આજે સવારે હોવાનો અનુભવ લોકોએ કર્યો છે.
ગાત્રો થીજવતી આ ઠંડીના કારણે ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા સવારે બજારો મોડી ખુલી હતી અને ગરમ વસ્ત્રોના વિક્રેતાઓને ત્યાં ઘરાકી જોવા મળી હતી.
વધી રહેલી આ ઠંડીમાં અબોલ પશુ-પક્ષીઓ પણ દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.
- Advertisement -