Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકુતરાનો શિકાર કરવા આવેલ દીપડો માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો :  VIDEO...

કુતરાનો શિકાર કરવા આવેલ દીપડો માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો :  VIDEO વાયરલ

મહારાષ્ટ્રના પુનામાં કુતરા અને દીપડાની લડાઈનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કુતરાનો શિકાર કરવા આવેલો દીપડો માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. પુનાના આંબેગાંવમાં એક વ્યક્તિના ઘરે આ ઘટના બની હતી. તેના ઘરની બહાર એક દીપડો આવી ચડ્યો હતો. પરંતુ ગણેશ શેવાલ નામના વ્યક્તિના ઘરે પાળેલા કુતરાએ તેને ભગાડી દીધો હતો.

- Advertisement -

વિડીઓમાં જોઈ શકાય છે કે દીપડાએ કુતરા પર હુમલો કરવાની કોશિશ કરી હતી. બાદમાં કુતરાએ જડબામાં દીપડાનું મોઢું દબાવી દીધા પછી ઘણી મુશ્કેલી બાદ દીપડો તેમાંથી છુટી શક્યો હતો. છુટવાની સાથે જ દીપડો જંગલ તરફ ભાગ્યો હતો અને કુતરો પર ભાગી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular