આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોકો શારીરિક તંદુરસ્તી અને સુખાકારી પ્રવૃત્તિ પોતાના જીવનમાં અપનાવે તે હેતુથી તમામ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમજ નિરામય ગુજરાતની ઝુંબેશની સાથે ફીટ ઈન્ડિયા ફીટ ગુજરાત સાઈકલોથોન નું આયોજન આરોગ્યપ્રદ જીવન શૈલી અંગે લોકોને સામુદાય પ્રોત્સાહન મળે તે હેતુથી નકકી કર્યુ છે. જેના ભાગ રૂપે આજરોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા સાઈકલોથોન યોજાઈ હતી.
આ ઈવેન્ટનું સૂત્ર સાયકલ ચલણ થકી બિનચેપી રોગોમાંથી મુકિત એવું રાખેલ છે. શારીરિક શ્રમથી શરીરમાં હેપ્પી હોર્મોન જેવા કે એન્ડોર્ફિન, ડોપામાઈન અને સેરોટોનિન ઉત્પન્ન થાય છે. જે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. તેમજ માનસિક તણાવ દૂર કરે છે અને તેમાંથી પણ સાયકલિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે અને તેનાથી શારીરિક કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. તે ઉપરાંત વાતાવરણમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે અને આર્થિક ફાયદો રહે છે. ફીટ ઈન્ડિયા ફીટ ગુજરાત સાઈકલોથોન 2021નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગર પાલિકાના મેયર બીનાબેન કોઠારી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા દ્વારા આ સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો.