આગામી 25 ડિસેમ્બરના ક્રિસમસના તહેવારની જામનગર સહિત સમગ્ર દેશમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. ક્રિસમસની ઉજવણીની સાથે નવા વર્ષના આગમનની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
જામનગરનાં લીમડાલાઇનમાં આવેલ સેક્રેટહાર્ટ ચર્ચમાં પણ નાતાલ પર્વની ઉજવણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની ઉજવણીની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઉપરાંત શહેરના અનેક સ્થળોએ શાન્તાકલોઝ દ્વારા બાળકોને મનોરંજન આપી ગિફટ આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારની ઉજવણી ઉપર કુદરતી રોક લાગી ગઈ હતી. પરંતુ આ વર્ષે આ મહામારીમાં મહદઅંશે રાહત રહેતા ઊજવણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.