કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.24/12/2021 શુક્રવારના રોજ સવારે 8 કલાકે ધ્રોલ ખાતે લોકસંપર્ક, 9:30 કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-2 તથા આજી-4 સિંચાઇ યોજનાના નીચવાસના તૂટી ગયેલ કાંઠા અંગેના પ્રશ્ર્નો બાબતે ખેડુતો સાથે બેઠક યોજશે, ત્યારબાદ 11:30 થી 17 કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારો ગોકુલપરા, બાળા, મોટીબાણુંગર, નાની બાણુંગર ખાતે 17.45 થી 19.45 દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.