જામનગર શહેરના ક્રિકેટ બંગલા ખાતે ચાલી રહેલી અંડર 16 ટૂર્નામેન્ટમાં આજે જામનગર અને રાજકોટ રૂરલ વચ્ચેના મેચનો પ્રારંભ ઉભરતા ક્રિકેટરોના હસ્તે ટોસ ઉછાળી કરવામાં આવ્યો હતો. જેમાં મોહનસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા અને જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈ મથ્થર અને કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા અમ્પાયરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં રાજકોટ રૂરલની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.