ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ તરીકે જયારથી સી.આર. પાટીલે જવાબદારી સંભાળી છે ત્યારથી સંગઠનને માઈક્રો પ્લોનિંગ દ્વારા મજબુત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનાં અનુસંધાને 78-જામનગર ઉતર વિધાનસભાનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા વિધાન સભાના બુથોના પ્રમુખ અને તેની ઉપરની જવાબદારી નિભાવતા કાર્યર્ક્તાઓનું સંમેલન વિશ્વકર્મા બાગ ખાતે યોજવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ દ્વારા કાર્યર્ક્તાઓને પ્રોજેકટર દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી બુથમાં દરેક પેઈઝ કમિટી બનાવવા માટે ઝીણવટભર્યુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધારાસભ્ય હકુભા જાડેજા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે, રાજય તથા કેન્દ્રમાં આપણા પક્ષ્ાની સરકારો સતત લોકોની સુખાકારી વધે તે માટે કાર્યકરી રહી છે અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સંગઠનને મજબુત બનાવી અને આગામી વિધાનસભાની ચુંટણીમાં તમામ 18ર સીટો જીતવાનાં લક્ષ્યાંક સાથે તનતોડ મહેનત કરી રહયાં છે. તેવા સમયે આપણે સૌ કાર્યર્ક્તાઓની સવિશેષ જવાબદારી બને છે અને આપણે તાકીદે બાકી રહેલ પેઈઝ સમિતીનું કાર્ય પુરૂં કરવું જોઇએ. અંતમાં શહેર ભાજપના અધ્યક્ષ્ા વિમલભાઈ કગથરાએ પોતાના ઉદબોધનમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાશીધામનું લોકાર્પણ ર્ક્યુ તેનો ઉલ્લેખ કરી જણાવેલ કે, આવા કામો થવાથી આપણે લોકોની વચ્ચે ગર્વથી માથું ઉચું કરીને જઈ શકીએ છીએ. લોકોપયોગી અનેક યોજનાઓ રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી છે પરંતુ એની સાથોસાથ કલમ 370 નાબુદ કરાવી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલ્લાકને તિલાંજલી આપવી વિગેરે જેવા પ્રજાના મનગમતા કાર્યો ર્ક્યા છે. તેવા સમયે સંગઠનનું માઈક્રો પ્લોનિંગ મુજબ મતદાર યાદીના દરેક પાનામાં સમાવિષ્ટ થતાં મતદારો માંથી પાર્ટી સમર્થક મતદારોની પેઈઝ સમિતી બનાવવી ખૂબ જ જરૂરી હોય આ સંબંધે બાકી રહેતી કામગીરી ત્વરીત પૂર્ણ કરવા કાર્યર્ક્તાઓને આહવાન કર્યું અને જે લોકોએ આ કામગીરી મહદઅંશે પૂર્ણ કરી છે તેઓને ધન્યવાદ આપ્યા હતાં. આ સંમેલનમાં પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ્ા હસમુખભાઈ હીંડોચા, અશોકભાઈ નંદા, નિલેષભાઈ ઉદાણી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તેમજ પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમીબેન પરીખ, ધીરૂભાઈ કનખરા, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ, આર.સી. ફળદુના પી.એ. રાજુભાઈ, અનુજાતી મોરચાના અગ્રણી બાબુભાઈ ચાવડા, કોર્પોરેટરો, શહેર ભાજપ સંગઠનના હોદેયદારો, વિવિધ મોરચા હોદેદારો તથા દરેક વોર્ડ માંથી સંગઠનના હોદેદારો, મહિલા આગેવાનો અને કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ કર્યું હતું.