જામનગર શહેરમાં મોટી હવેલી પાસે આવેલી માર્કેટમાં શ્રૃંગારની દુકાનમાંથી અજાણ્યો તસ્કર રોકડ રકમની ચોરી કરી ગયો હતો. જો કે, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે બાઈકનંબરના આધારે તસ્કરનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરો બેખોફ બની ગયા છે અને જુદા-જુદા વિસ્તારોને નિશાન બનાવે છે ત્યારે શહેરના ગીચ એવા મોટી હવેલી વિસ્તારમાં માર્કેટમાં આવેલી શ્રૃંગારની દુકાનમાંથી તસ્કરે રૂા.25 હજારની રોકડની ચોરી કરી પલાયન થઈ ગયાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શ્રી વિઠ્ઠલેશ શ્રૃંગાર સદન દુકાનના દુકાનદારના નિવેદનના આધારે તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આજુબાજુના સીસીટીવી ફુટેજમાં તસ્કરની કેદ થયેલી તસ્વીરના આધારે પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.