જામનગર બાર એસોસિએશનના હાલના હોદેદારોની મુદ્ત તા. 31 ડિસેમ્બર-2021ના રોજ પૂર્ણ થતી હોય, આગામી વર્ષ 2022 માટે કારોબારી સમિતિની ચૂંટણી તા. 24 ડિસેમ્બરના રોજ યોજાશે. 24 ડિસેમ્બરે સવારે 9:30થી સાંજે 4:30 સુધી મતદાન બાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
જામનગર બાર એસો.ના હોદેદારોની મુદ્ત પૂર્ણ થતી હોય, ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આગામી તા. 24 ડિસેમ્બરના રોજ સવારે 9:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી જામનગર બાર એસોસિએશન રૂમ કોર્ટ કમાઉન્ડ, લાલબંગલા પાસે, જામનગર ખાતે મતદાન યોજાશે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તા. 16 થી 19 ડિસેમ્બરના બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં વકીલ મંડળના ખંડમાંથી ફોર્મ ભરી આ જ સમય દરમિયાન ફોર્મ પરત કરવાના રહેશે. ત્યારબાદ તા. 20 ડિસેમ્બરના બપોરે 3 વાગ્યે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે. તથા તા. 21 ડિસેમ્બરના બપોરે 12થી 4 વાગ્યે સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.
જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી, ખજાનચી, લાયબ્રેરી સેક્રેટરી તથા સાત કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજાશે. જેની મત ગણતરી તા. 24 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યે હાથ ધરવામાં આવશે.