Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક કારની અડફેટે બાઇક સવાર ઘવાયા

ખંભાળિયા નજીક કારની અડફેટે બાઇક સવાર ઘવાયા

- Advertisement -

ખંભાળિયાથી આશરે છ કી.મી. દૂર રામનગર ગામની સીમમાંથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જીજે-37-બી. 9243 નંબરની એક મોટરકારના ચાલકે ટીવીએસ લ્યુના મોપેડ નંબર જીજે-03-ઈબી-2688 પર જઈ રહેલા નાથાભાઈ ઈસુભાઈ લાકડીયા નામના 55ના પ્રૌઢ તથા તેમની સાથે જઇ રહેલા અન્ય સાહેદને આગળથી ટક્કર મારતાં તેઓને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

- Advertisement -

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular