Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નોકરીના બહાને નાઈઝીરીયન ગેંગ દ્વારા છેતરપીંડી

જામનગરમાં નોકરીના બહાને નાઈઝીરીયન ગેંગ દ્વારા છેતરપીંડી

જામનગરના બે શખ્સો રિસીવરની ભૂમિકામાં : પોલીસે મુંબઈમાંથી નાઈઝીરીયનને ઝડપી લીધો

- Advertisement -

જામનગર શહેરમાં રહેતા યુવાનને મુંબઈની આંગડીયા પેઢીમાં ઉચા પગારે નોકરી આપવાની લાલચ આપી યુવાનના આધાર પુરાવાનો ઉપયોગ કરી બોગસ પેઢી બનાવી તેના બેંક ખાતામાં 40 લાખ થી વધુની લેવડ દેવડ કરી છેતરપીંડી આચર્યાના પ્રકરણમાં પોલીસે નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ કરી શખ્સની ધરપકડ કરી પુછપરછ દરમ્યાન આ ગેંગ દ્વારા છેલ્લા બે મહિનામાં આશરે 7 કરોડનું જુદાજુદા ખાતાઓમાં વ્યવહાર કર્યાનું ખુલ્યું હતું.

- Advertisement -

દેશવ્યાપી છેતરપીંડીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા હરીશ જેઠા પરમાર નામના યુવાન પાસે બે માસ અગાઉ જતીન પાલા નામના શખ્સે હરીશને મળીને મુંબઈની આંગડીયા પેઢીમાં ઉચા પગારે નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ જતીને હરીશ પાસેથી નોકરી માટે ચાલુ અને બચત ખાતું ખોલવા માટે દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ જતીન પાલા અને તેના સાગરિત મોહિત પરમારે પી.એલ.કન્સલ્ટન્ટ નામની બોગસ પેઢીનું ખાતું ખોલાવ્યું હતું. આ પેઢીમાં બંને શખ્સો દ્વારા એક મહિનામાંજ આશરે રૂપિયા 40 લાખના વ્યવહારો કર્યા હતા. બેંક ખાતામાં લાખોના વ્યવહાર થયાનું જણાતા હરીશે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે જીલ્લા પોલીસવડા દીપન ભદ્રનની સુચના થી એએસપી નીતેશ પાંડેય ના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ.ગાધે, પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા હે.કો. હિતેશ ચાવડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા અને પો.કો. ફિરોઝ ખફી, દર્શિત શીસોદીયા તેમજ સાઈબર ક્રાઈમના બીપીન દેશાણી, કુલદીપસિંહ જાડેજા તથા ધર્મેશ વનાણી સહિતના સ્ટાફે જતીન પાલા અને મોહિત પરમાર ના રહેણાંક મકાનેથી રેઇડ દરમ્યાન એક્સીસ બેંક, ICICI બેંક, HDFC બેંક અને યશ બેંક માં જુદાજુદા વ્યક્તિઓના નામે ખાતા ખોલાવી આ ખાતાઓમાં છેલ્લા બે માસ દરમ્યાન કુલ રૂપિયા 6 કરોડ 95 લાખના વ્યવહારો કર્યાનું ખુલ્યું હતું. પોલીસે બંને શખ્સોના ઘરેથી 30 ATM કાર્ડ અને 29 ચેકબુક તથા રબ્બર સ્ટેમ્પ અને બે મોબાઈલ તથા 6 સીમકાર્ડ મળી આવતા કબજે કર્યા હતા.

- Advertisement -

તપાસ દરમ્યાન પોલીસે આ બેંક ખાતાઓમાં રહેલી રૂપિયા 24 લાખ 8 હજારની રકમ ફ્રીઝ કરી હતી. તેમજ આ બંને શખ્સો એ ખાતામાં રહેલી રકમ બેન્કમાંથી ઉપાડીને મુંબઈ માં રહેતા રાફેલ એડેડીઓ ઇન્કા નામના નાઈઝીરીયન શખ્સને જામનગર અને રાજકોટની આંગડીયા પેઢી દ્વારા મોકલી આપ્યા હતા. આ તપાસમાં સમગ્ર છેતરપીંડી નાઈઝીરીયન ગેંગ દ્વારા કરવામાં આવતી હતી અને દેશના અનેક શહેરોમાંથી કોઈપણ રીતે છેતરપીંડી આચરતા હતા.

આ છેતરપીંડીમાં જામનગરના જતીન પાલા અને મોહિત પરમારે રિસીવરની ભૂમિકા ભજવી હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત પોલીસે મુંબઈમાંથી રાફેલ એડેડીઓ ઇન્કા નામના નાઈઝીરીયન શખ્સને ટેકનીકલ એનાલીસીસ ના આધારે સ્થાનિક પોલીસની મદદથી દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતા. તેમજ આ સમગ્ર છેતરપીંડી અને ગેરકાયદેસર નાણા વ્યવહાર નાઈઝીરીયન દ્વારા ચીટીંગથી કરવામાં આવી હતી અને આ પ્રકરણમાં અગાઉ દિલ્હી, બેંગ્લોર, બરોડા માં ફરિયાદ નોંધાઈ છે. જામનગર પોલીસે રાફેલ એડેડીઓ ઇન્કા નામના નાઈઝીરીયન શખ્સને અદાલતમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular