જામનગર લાખોટા તળાવના ઝરૂખામાં શનિવારે બપોરે તરૂણી સાથે એક લંટ શખ્સ અડપલાં કરતાં મળી આવ્યો હોવાથી સિકયુરિટી દ્વારા કરાયેલી જાણના આધારે પોલીસે નરાધમ શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના લાખોટાના તળાવ ગેઇટ નં-1 પાસેના ઝરૂખામાં આશરે 45 વર્ષના શખ્સે સ્કૂલ ડ્રેસ પહેરેલી તરૂણીને ઝરૂખામાં લઇ જઇ શારીરિક અડપલા કરતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ અંગે સિકયુરિટી દ્વારા પોલીસમાં જાણ કરાતા મહિલા પીએસઆઇ આર.કે.ગોસાઇ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઇ અને તરૂણી તથા શખ્સને પોલીસ ચોકીએ લઇ આવી પૂછપરછમાં તરૂણી ભાયા આંબલીયા નામના શખ્સ સાથે બે મહિનાથી સંપર્કમાં આવી હતી અને ભાયાની પુત્રી અને તરૂણી બંને સાથે અભ્યાસ કરે છે જેના લીધે બંનેની એકબીજાના ઘરમાં અવર-જવર હોવાના કારણે તરૂણીને પોતાની મોહઝાળમાં ફસાવી લઇ આજથી એક મહિના પહેલા તરૂણી સાથે પોતાના ઘરમાં દુષ્કર્મ પણ આચર્યું હતું અને ત્યાર પછી તરૂણી સ્કૂલે જાય ત્યારે ત્યાંથી તેને તળાવની પાળે લઇ આવી તાળવના ઝરૂખામાં લંપટલીલા કરવા જતાં કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર ઘટના પછી પોલીસે તરૂણીના પિતાની ફરીયાદના આધારે આરોપી ભાયા આંબલીયા સામે દુષ્કર્મ ગુજારવા અંગેની કલમ તેમજ પોકસો એકટ મુજબ ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત કરી લેવામાં આવી છે. જયારે તરૂણીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવી છે.