Monday, December 23, 2024
Homeરાજ્યલાલપુરના ખડબામાં પાંજરાપોળમાંથી છ ઘેટાની ચોરી

લાલપુરના ખડબામાં પાંજરાપોળમાંથી છ ઘેટાની ચોરી

- Advertisement -

લાલપુર તાલુકાના ખડબા ગામની પાંજરાપોળમાંથી તસ્કરો છ ઘેટાની ચોરી કરી પલાયન થઇ જતાં લાલપુર પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તસ્કરોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામની પાંજરાપોળમાં તા.28 નવેમ્બરના રોજ રાત્રીના સમયે પાંજરાપોળના નળીયાવાળા રૂમની બારીના લોખંડના સળિયા વાળી તસ્કરો અંદર પ્રવેશી અંદાજે રૂા.12,000ની કિંમતના છ ઘેટા ચોરી કરી પલાયન થઇ ગયા હતાં. આ અંગે ફરિયાદી જગુભા પ્રવિણસિંહ જાડેજા દ્વારા તા.11 ડિસેમ્બરના રોજ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ ડી.એસ.વાઠેરએ આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular