Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધરારનગરમાં પતિ એજ પત્નિને ગળેટૂંપો આપ્યાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો

ધરારનગરમાં પતિ એજ પત્નિને ગળેટૂંપો આપ્યાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો

પતિ દ્વારા અગાઉ બેભાન થયાનું જાહેર કરાયબાદ પીએમ રીપોર્ટમાં ચુંદડી વડે ગળેટૂંપો થયાનો ઘટસ્ફોટ : પોલીસ દ્વારા આરોપી પતિની અટકાયત

- Advertisement -

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી નવપરણિતાને તેણીના પતિએ જ ચુંદડી વડે ગળેટૂપો દઇ હત્યા કરી હોવાનું પોસ્ટમોટમ રિપોર્ટમાં સામે આવતાં પોલીસે પતિને અટકાયતમાં લીધો છે. આ બનાવમાં સૌપ્રથમ પત્નિ બેશુધ્ધ થઇ મૃત્યુ પામી હોવાનું પતિ દ્વારા જણાવાયું હતું. પરંતું તબિબને શંકા જતાં મૃતદેહનું પોસ્ટમોટમ કરતા ગળેટૂપો દઇ મૃત્યુ થયાનું સામે આવતાં પોલીસ દ્વારા પતિ સામે હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર પંથકમાં છેલ્લાં 24 કલાકના સમયમાં હત્યાની બીજી ઘટના સામે આવતાં ભારે હડકંપ મચી ગયો છે.

- Advertisement -

આ અંગે મળતી વિગત મુજબ જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી સહીમુનનશા અબ્દુલવાહીમ પઠાણ નામની અઢાર વષીય નવ પરણિત યુવતી કે જેના નિકાહ માત્ર ચાર મહિના પહેલાં જ થયા હતા. જે ગઈ રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠાડતાં બેભાન હોવાનું જણાતા જેને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઈ જવાયા પછી ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યુ હતું.

સૌપ્રથમ આ બનાવ અંગે મૃતક સહીમુનનશાના પતિ અબ્દુલવાહીમ દ્વારા પોતાની પત્ની રાત્રે જમીને સુઈ ગયા પછી સવારે ઉઠાડતાં ઉઠી ન હતી.અને બેશુદ્ધ હોવાથી પોતે સારવારમાં લાવ્યો છે.તેમ જણાવ્યું હતું. જે મામલે તબીબને શંકા જતાં સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકને ગળે ટૂંપો દઇ હત્યા નિપજાવી હોવાનું તારણ નીકળ્યું હતું. જેરિપોર્ટના આધારે પોલીસે મૃતકના પતિ અબ્દુલવાહીમની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેણે આખરે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. અને પોતાની પત્નીને ઘરકંકાસમાં ચુંદડી વડે ગળેટૂંપો દઇ પતાવી દીધી હોવાનું કબુલી લીધું છે. પોલીસે આરોપીને સકંજામાં લઇ તેની સામે હત્યાનો ગુનોનોંધવા તજવીજ હાથ ધરીછે. આ બનાવને લઇને ધરારનગર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular