Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિકાસ ગૃહ રોડ પર કારે એકટીવાને ઠોકરે ચડાવ્યું

જામનગરમાં વિકાસ ગૃહ રોડ પર કારે એકટીવાને ઠોકરે ચડાવ્યું

એકટીવા ચાલક મહિલાને માથામાં અને હાથમાં ઈજા : અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો : પોલીસ દ્વારા ચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના વિકાસ ગૃહ રોડ પર સાંજના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારના ચાલકે એકટીવા સવાર મહિલાને ઠોકર મારી હડફેટે લઈ અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં પૂર્વીબેન ધર્મેશભાઈ મદલાણી નામના મહિલા ગત તા.30 ના રોજ સાંજના 6:30 વાગ્યાના અરસામાં તેની જીજે-10-ડીસી-1349 નંબરના એકટીવા પર વિકાસ ગૃહ રોડ પરથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી જીજે-10-ડીએ-8717 નંબરની કારના ચાલકે કોઇ વાહનને ઓવરટેક કરવા જતાં મહિલાના એકટીવાને ઠોકર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં મહિલાને માથાના ભાગે અને હાથમાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇને નાશી ગયો હતો. આ બનાવમાં મહિલાના નિવેદનના આધારે હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular