જામનગર શહેરમાં રહેતા યુવાન વીજરખી નજીક આવેલા સ્ટ્રોનક્રસરમાં હિતાચીના ચાલક તરીકે ફરજ બજાવતા અને હતાં અને ફરજ દરમિયાન તેના પગારના રૂા.1,87,500 પૈકીના રૂા.15000 નો ઉપાડ કર્યો હતો અને બાકીની રકમ ક્રસરના માલિક પાસે માંગતા માલિકે ફડાકો મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસેના વિસ્તારમાં રહેતાં અને મૂળ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામના વતની મારખીભાઈ માડમ નામના યુવાન જામનગર તાલુકાના વીજરખી નજીક આવેલા ન્યુ ક્રિષ્ના સ્ટ્રોન કર્સરના ચાલક તરીકે ફરજ બજાવતા હતાં અને આ તેમની નોકરી દરમિયાન પગારના રૂા.1,87,500 પૈકીના રૂા.15000 નો ઉપાડ કર્યો હતો અને પગારની બાકીની રકમની ઉઘરાણી માટે સ્ટ્રોનક્રસરના દેસુર કાના કંડોરિયા પાસે પૈસાની માંગણી કરતાં દેસુરભાઇએ ઉઘરાણીના પૈસા નથી આપવા તેમ કહી અપશબ્દો કહી ફડાકો માર્યો હતો અને બીજી વખત પૈસા માંગવા આવ્યો તો પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં મારખીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.કે. રાઠોડ તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.