ધોરણ 10 અને ધોરણે 12ની બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે બે સૌથી મહત્વપૂર્ણ ટૂલ છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને સ્પીડલેબ સ્ટ્રેટેજી છે. અગ્રણી એડુટેક પ્લેટફોર્મ ’સ્પીડલેબ્સલ્લ (હાઇબ્રિડ લર્નિંગ મોડલ ધરાવતું ભારતનું એકમાત્ર પ્લેટફોર્મ) હાલ ચાલુ ફ્રી લોગ-ઇન ઓફર સાથે હવે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માર્ક સાથે તેમના બોર્ડની પરીક્ષાઓમાં સફળતા મેળવવા આદર્શ સ્ટ્રેટેજી અને એઆઈ-સંચાલિત પ્રશ્રોનો સેટ ઓફર કર્યો છે. પરીક્ષાની તૈયારી કરવામાં વ્યૂહરચના અને એઆઈનો ઉપયોગની પધ્ધતી નિષ્ણાત શિક્ષાવિદોએ તૈયાર કરી છે, જે શૈક્ષણિક વ્યવસ્થાની અંદર માળખા અને ફોર્મેટમાં મોટા પરિવર્તનોને ધ્યાનમાં રાખવીને બનાવ્યો છે, ખાસ કરીને પ્રશ્રપત્રની પેટર્નને ધ્યાનમાં રાખીને. કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં સારાં ગુણ મેળવવા કેટલી હદે સજ્જ છે એનો શ્રેષ્ઠ માપદંડ પ્રેક્ટિસ છે. નિષ્ણાતોએ તૈયાર કરેલા હજારો પ્રશ્રોની પ્રેક્ટિસ કરવી, વિગતવાર જવાબો સાથે જવાબોની સમીક્ષા કરવી, પર્ફોર્મન્સનું વિશ્લેષણ કરીને તમારી પ્રગતિ પર નજર રાખવી અને તમામ વિષયોમાં કુશળતા હાંસલ કરવી – પરીક્ષા માટે સજ્જ થવાની એકમાત્ર રીત છે. પછી એક મહત્વપૂર્ણ પ્રશ્ર એ છે કે – વિદ્યાર્થીઓ નિષ્ણાતોએ તૈયાર કરેલા આ પ્રેક્ટિસ પ્રશ્રોનો જવાબ કેવી રીતે આપી શકે? સ્પેએડલેબ્સ એનો જવાબ છે.
આ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અતિ કસ્ટમાઇઝ સોલ્યુશન પ્રદાન કરે છે તથા પ્રેક્ટિસ પ્લેટફોર્મ અને અભ્યાસના સંસાધનો સાથે જોડે છે. સ્પીડલેબ્સના સ્થાપક વિવેક વાષ્ર્નેયએ વિદ્યાર્થીઓ માટે અનેક સૂચનો રજૂ કરતાં કહ્યું હતું કે, તમે અભ્યાસક્રમને કેવી રીતે આવરી લેશો તથા તમારી ગ્રહણ કરવાની ઝડપ સાથે સંકલનમાં પુનરાવર્તનો અને સમસ્યાના સમાધાનના સત્રો સાથે સુસંગત રીતે કયા પોર્શનને આવરી લેશો એની યોજના બનાવો. સામાન્ય ભૂલ એ પડે છે કે, વિદ્યાર્થીઓ તૈયાર કરતાં એક રાતમાં સંપૂર્ણ અભ્યાસક્રમનું પુનરાવર્તન પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. સ્પેએડલેબ્સ પ્લેટફોર્મ પ્રેક્ટિસ સત્રોનું વિગતવાર વિશ્લેષણ કરીને 50,000થી વધારે પ્રશ્રો અને જવાબો પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીને તેમની નબળાઈઓ ઓળખવા અને સારાં પાસાં જાણવામાં મદદરૃપ થશે તેમજ પ્રેક્ટિસની સચોટતા સરખાવવા અને સમયસર જવાબ આપવામાં મદદરૂપ થશે. સ્પેએડલેબ્સ પ્રેક્ટિસ પ્લેટફોર્મ અદ્યતન ટાઇપોલોજીસને આધારે એકથી વધારે વિકલ્પો ધરાવતા પ્રશ્રો સાથે સારી રીતે સજ્જ છે. એમાં સ્વતંત્ર ધોરણે એમસીક્યુ અને 5 જુલાઈ, 2021ના રોજ બોર્ડે જાહેર કરેલી વિશેષ મૂલ્યાંકન યોજના મુજબ કથન-કારણ પર આધારિત એમસીક્યુ સામેલ છે.