કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં દંપતીએ ઉછીના આપેલાં પૈસાની માંગણી કરતાં છ શખ્સોએ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી કારના કાચ તોડી નાખી નુકસાન કર્યાની ફરિયાદને આધારે પોલીસે તપાસ આરંભી હતી. સામા પક્ષે વૃધ્ધે અગાઉની ફરિયાદનો ખાર રાખી છરી લઇ આવી દવા પી જઇ ફરિયાદ કરવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં ગૌતમ કાનજી સાગઠિયા નામના શખ્સે અગાઉ વાલીબેન દ્વારા નોંધાયેલી ફરિયાદનો ખાર રાખી ભીમાભાઇને તમે સાથ કેમ આપો છો તેમ કે, છરી લઇને અપશબ્દો બોલ્યા હતા અને દવા પી જઇ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ બનાવમાં ભીખાભાઇ રૂપાભાઇ સાગઠિયા દ્વારા ગૌતમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષે મનીષાબેન ગૌતમ સાગઠિયા નામના મહિલાએ હરસુખ ભીમા સાગઠિયાને એક વર્ષ પહેલાં ઘરેણાં ઉપર 50,000 હાથ ઉછીના આપ્યા હતાં. તે રકમની માંગણી કરવા જતાં ગૌતમ કાનજી સાગઠિયાને મારી નાખવાની ધમકી આપી કારના કાચ લાકડાના ધોકા વડે તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતું. આ બનાવમાં મનીષાબેનના નિવેદનના આધારે પોલીસે હરસુખ ભીમા સાગઠિયા, માવજી ભીમા સાગઠિયા, રસીક ભીમા સાગઠિયા, ભીખા મેઘા સાગઠિયા, વિશાલ રામજી સાગઠિયા, ગોવિંદ રૂપા સાગઠિયા સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હેકો. વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે બંન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.