જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા હરીપાર્ક સોસાયટીમા રહેતો યુવાન તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતાં રહ્યા બાદ હાપાના અવાવરું વિસ્તારમાંથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ સાંપડતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડના હરીપાર્ક સોસાયટીમાં રહેતાં ગુડુ પ્રતાપસિંઘ સિંઘ (ઉ.વ.32) નામનો યુવાન ગત તા.20 ના રોજ તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો ત્યારબાદ યુવાનની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન મંગળવારે બપોરના સમયે હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં અવાવરુ ખુલ્લા પ્લોટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ સાંપડતા એએસઆઈ પી.એ. ખાણધર તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહ દરેડના લાપતા બનેલા યુવાનનો હોવાની આશંકા એ તે દિશામાં તપાસ આરંભતા મૃતદેહ ગુડુ પ્રતાપસિંઘ નામના યુવાનનો હોવાની લખનભાઈ દ્વારા ઓળખ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.