Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચેક પરત કરવા અંગેના બે કેસના ગુનામાં બે વર્ષની કેદની સજા

ચેક પરત કરવા અંગેના બે કેસના ગુનામાં બે વર્ષની કેદની સજા

આરોપીને ત્રણ લાખ વળતર ચૂકવવા આદેશ

- Advertisement -

જામનગરમાં વસવાટ કરતા તથા મોડ કૃપા એન્ટરપ્રાઈઝ નામથી ધીરધારનો વ્યવસાય કરતા કનકસિંહ હેમતસિંહ જાડેજા પાસેથી સત્યનારાયણ મંદિર પાસે સોની ફળી જામનગર ખાતે વસવાટ કરતા મિલન નરેન્દ્રભાઈ પાટલીયા કે જેઓ નોકરી કરતા હોય તેઓએ પોતાની અંગત જરૂરિયાત અર્થે ફરિયાદી કનકસિંહ જાડેજા પાસેથી તા.20/6/2017 ના રોજ સંબંધદાવે હાથઉછીના રોકડા રૂા.3,00,000 મેળવેલ હતાં. જે અંગે ફરિયાદીની કાયદેસર લેણી નિકળતી રકમ અંગે આરોપી મિલન પાટલિયાએ તેઓના વરાછા કો-ઓપરેટીવ બેંક લિ. શાખા સુરતમાં આવેલ ખાતામાંથી બે ચેકો લખી આપ્યા હતાં. જે પૈકી એક ચેક તા.1/4/2018 ના રોજ રૂા.1,50,000 નો તથા બીજો ચેક તા. 5/4/2018ના રોજનો રૂા.1,50,000 નો એમ બે ચેક લખી આપ્યા હતાં. જે બન્ને ચેકો તેની પાકતી મુદ્તે ફરિયાદી દ્વારા પોતાની બેંક મારફતે વસૂલાત માટે ભરતા સદરહુ બન્ને ચેકો એકાઉન્ટ બ્લોકડના કારણે પરત ફરેલા હતાં. જેથી ફરિયાદી દ્વારા ચેકો પરત ફર્યા અંગેની ધોરણસર નોટિસ આરોપીને આપવામાં આવેલ તેમ છતાં આરોપી દ્વારા નોટિસનો કોઇ જવાબ ન આપેલ કે રકમ પરત કરવા કોઇ દરકાર કરેલ ન હતી. જેથી ફરિયાદી એ આરોપી વિરૂધ્ધ ધી નેગોશિએબેલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે કુલ બે ફરિયાદો દાખલ કરી છે.

- Advertisement -

બન્ને કેસો ચાલી જતાં જામનગરના એડી. ચીફ. જ્યુડી. મેજી. એન.એન. પાથર દ્વારા બન્ને કેસોમાં આરોપી, મિલન નરેન્દ્રભાઈ પાટલિયાને તકસીરવાન ઠરાવી, દરેક કેસમાં એક વર્ષની સાદી કેદની સજા તથા બન્ને ચેકોની રકમ રૂા.3 લાખ પુરા ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવા તથા આરોપી વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા અંગે હુકમ કરેલ છે. આમ બન્ને કેસોમાં મળી આરોપી મિલન નરેન્દ્રભાઈ પાટલિયાને કુલ બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.3 લાખ ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ચેક રિર્ટનની અલગ અલગ બે ફરિયાદોમાં ફરિયાદી તરફે વકીલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર એ. જુણેજા તથા કપીલ તિર્થાણી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular