Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાત‘ઓમિક્રોન’નો ભય : જામનગર સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યુ સહિતના પ્રતિબંધો યથાવત

‘ઓમિક્રોન’નો ભય : જામનગર સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યુ સહિતના પ્રતિબંધો યથાવત

બજારો-હોટલો રાત્રે 12 સુધી ખુલ્લા રહેશે : લગ્ન માટે પણ 400 લોકોની મંજૂરી યથાવત્ : 10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે નવી માર્ગદર્શિકા

- Advertisement -

નવા ઓમિક્રોન વેરિયન્ટને લીધે સમગ્ર દુનિયા ચિંતિત છે. નવા વેરિયન્ટને પગેલ કોંરોનાની ત્રી જી લહેરના ડરથી ગુજરાત સરકારે પણ શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના નિયંત્રણો હટાવવાનુ હાલ પુરતુ ટાળ્યુ છે.

- Advertisement -

અમદાવાદ સહિતના આઠેય મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ યથાવત રખાયો છે. ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર નિયમો માત્ર દસ દિવસ માટે અમલી બનાવાયા છે. તા.10 ડિસેમ્બર સુધી નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે. અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુદત પૂર્ણ થતા જ રાજ્ય ગૃહ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. હોટલ- રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો,બજાર, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્સ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાત્રિ કરફયુના સમયમાં કોઇ ફેરફાર કરવાનુ સરકારે ટાળ્યુ છે. સિનેમા હોલ 100 ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

શહેરોમાં બાગ બગીચા પણ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. લગ્ન માટે 400 જણાંની મંજૂરીને સરકારે યથાવત રાખી છે.લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની ય જોગવાઇ કરાઇ છે. કોચિંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે, વાંચનાલય 75 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પા પણ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા સરકારે લીલીઝંડી આપી દીધી છે. રેલીઓ,દિવાળી સ્નેહમિલનમાં હજારોની ભીડ એકત્ર કરી કોરોનાએ જાણે ગુજરાતમાંથી વિદાય લીધી છે તેવુ ચિત્ર ખુદ સરકાર જ ઉભુ કરી રહી છે. સરકાર જ કોરોનાના પ્રતિબંધ વધુ હળવા કરવાના મતમાં હતી. એટલું જ નહીં, લગ્નમાં 800 જણાંને છુટ આપવા મંજૂરી આપવા ચર્ચા કરાઇ હતી પણ નવા વેરિયન્ટને કારણે સરકારને ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પવાળી થવાનો ડર પેઠો હતો. એટલું જ નહીં, જો કોરોના વકરે તો સરકારના માથે ઠિકરૂ ફુટે તેમ હોવાથી રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો યથાવત રાખવા ફરજ પડી છે. ગત વખતે રાત્રિ કરફ્યૂ સહિતના પ્રતિબંધા માટે ગૃહ વિભાગ એક મહિના માટે જાહેરનામુ પ્રસિધૃધ કર્યુ હતું. ચર્ચા એવી છેકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના દિવસો નજીક આવી રહ્યા છે. નવી સરકાર આ ઇવેન્ટ યોજવા ખૂબ જ ઉત્સાહિત છે. પણ નવો વેરિયન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગ્રહણ સર્જી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે જ ગૃહ વિભાગે દસ દિવસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા વાઇબ્રન્ટ કેટલો ઘાતક છે અથવા કેટલો માઇલ્ડ છે તે ચિત્ર પંદરેક દિવસમાં જ સ્પષ્ટ થઇ જશે જેના કારણે ગૃહ વિભાગે થોડાક દિવસ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. તા.10 ડિસેમ્બર સુધી નવા નિયમો અમલમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular