Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયડાયાબિટીસના ઇલાજ માટે સબસિડી આપવા ચીફ જસ્ટીસની હિમાયત

ડાયાબિટીસના ઇલાજ માટે સબસિડી આપવા ચીફ જસ્ટીસની હિમાયત

એક જમાનામાં રાજરંગ ગણાતો ડાયાબીટીસ આજે સામાન્ય થઈ ગયો છે. બેઠાડુ જીવન જીવતા અમીરો આ રોગનો ભોગ એ પણ મોટી વયે બનતા હતા ત્યારે હવે આ રોગનો ભોગ નાની વયના અને ગરીબથી માંડીને મધ્યમ વર્ગના લોકો બનવા માંડયા છે. હાલનું માનસિક તનાવભર્યુ અને બેઠાડુ જીવનશૈલીએ આ રોગને વકરાવ્યો છે. ડાયાબીટીસનો કાયમી ઈલાજ હજુ સુધી શોધાયો નથી. દવાઓથી અને ખાન-પાન અને જીવનશૈલીથી ડાયાબીટીસને અંકુશમાં રાખી શકાય છે.

- Advertisement -

ડાયાબીટીસની બિમારી જીવનભર રહેતી હોઈ જીવનભર દવા લેવી પડતી હોય છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોંઘી પડતી હોય છે. આ સંજોગોમાં દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ ગઈકાલે એક મહત્વનું સૂચન સરકારને કર્યું હતું કે ડાયાબીટીસ આખી જિંદગી સતાવનારી મોંઘી બીમારી છે, આથી હવે જરૂરી છે કે સરકાર દર્દીઓની સારસંભાળ માટે સહાયતા અને સબસીડી આપે.જસ્ટીસ રમણે એક સંગોષ્ઠિમાં ડાયાબીટીસને ગરીબોના દુશ્મન જણાવતા કહ્યું હતું કે, સ્થાનિક વસ્તીઓને ધ્યાનમાં રાખીને માત્ર ભારતવાસીઓ પર સંશોધન કરવુ અનિવાર્ય છે. આનાથી સાચી ઉપચાર પ્રક્રિયા વિકસીત કરવામાં મદદ મળશે. બીમારીનો સામનો કરવા માટે વધુ સ્વાસ્થ્ય વ્યાવસાયિકોને પ્રશિક્ષિત કરવા પડશે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આપણી સ્વાસ્થ્ય સીસ્ટમ પર વધુ બોજ છે, આ પરીસ્થિતિમાં ડાયા બીટીસના ઈલાજ માટે આધુનિક દવાઓ વિકસીત કરવી સમયની માંગ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular