Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મસાલા થુકવા બાબતે યુવાન ઉપર હુમલો

જામનગર શહેરમાં મસાલા થુકવા બાબતે યુવાન ઉપર હુમલો

રામેશ્વરનગર વિસ્તારમાં બે શખ્સો દ્વારા બાઇક અને ઘરના દરવાજામાં તોડફોડ : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર કે.પી.શાહની વાડી વિસ્તારમાં ગાયત્રીનગર શેરી નં.1માં રહેતા યુવાન ઉપર અગાઉ મસાલા ખાઇ થુંકવા સહિતની બાબતો માટે અવાર-નવાર થતી બાલાચાલીનો ખાર રાખી બે શખ્સ દ્વારા તલવાર અને લાકડી વડે હુમલો કરી બાઇકમાં તથા મકાનના દરવાજામાં નુકસાન કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વનગર કે.પી.શાહની વાડી પાસે આવેલાં ગાયત્રીનગર શેરી નં.1માં રહેતાં અને સિકયોરીટી તરીકે નોકરી કરતાં અનિરૂધ્ધસિંહ રઘુભા પરમાર નામના યુવાન સાથે અગાઉ મસાલા ખાઇ થુકવા સહિતની નાની નાની બાબતોમાં અવાર-નવાર થતી બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રીના સમયે પ્રિયવિજયસિંહ પરાક્રમસિંહ જાડેજા અને પરાક્રમસિંહ જેઠુભા જાડેજા નામના બે શખ્સોએ અનિરૂધ્ધસિંહ પરમારને આંતરીને તલવાર તથા લાકડી વડે ઘસી આવી પતાવી દેવાની ધમકી આપી હુમલો કર્યો હતો. તેમજ મહિલાને અપશબ્દો કહ્યા હતાં અને યુવાનની જીજે.10.સીએલ.1100 નંબરની બાઇકમાં તલવારના આડેધડ ઘા મારી નુકસાન પહોંચાડયું હતું. તેમજ ઘરમાં પ્રવેશ કરી ઉપરના માડે આવેલાં રૂમના દરવાજાના બહારના ભાગે તલવારના આડેધડ ઘા મારી નુકસાન પહોંચાડયું હતું. હુમલો કરી ઘરમાં તેમજ બાઇકમાં નુકસાન કર્યાના બનાવમાં અનિરૂધ્ધસિંહના નિવેદનના આધારે પીએસઆઇ એ.સી.નંદા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular