સમગ્ર રાજયની સાથે જામનગરમાં પણ શિયાળો જામવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ન્યુનત્તમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે શહેરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનું લખલખું વ્યાપી ગયું છે. દેશમાં ઠંડીના પ્રમાણમાં ધીમે-ધીમે વધારો થઇ રહયો છે. ગઇકાલે શ્રીનગરમાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાયા બાદ તેની અસર મેદાની પ્રદેશો સુધી પણ વર્તાવા લાગી છે. જામનગર શહેરમાં આજે વધુ બે ડિગ્રીના ઘટાડા સાથે ન્યુનતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. ગઇકાલે પણ 2.5 ડિગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. વધી રહેલી ઠંડીને કારણે લોકો ધાબળા ઓઢવા માટે મજબૂર બન્યા છે.