જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાન અને સિક્કા નગરપાલિકાના પ્રભારી એડવોકેટે હારુનભાઈ પલેજાને શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિમા સંગઠન મહામંત્રી તરીકેની નીમવામાં આવેલ અને શહેર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ જન જાગરણ અને સ્નેહ મિલનના પ્રોગ્રામમા માજી સાંસદ અને કોગ્રેસના વરીષ્ઠ આગેવાન ધારાસભ્ય વિક્રમભાઈ માડમના હસ્તે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. આ નિમણૂંકને શહેર જિલ્લાના પ્રમુખ દિગુભા જાડેજા, જીલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા પ્રદેશના આગેવાન બિપેન્દ્રસિંહ જાડેજા, યુસુફભાઈ ખફી, સારાબેન મકવાણા, કર્ણદેવસિંહ જાડેજ્, નીતીનભાઇ વારોતરીયા, કલ્પેશભાઈ હડીયલ, મશરીભાઇ કનડોરીયા સહિતના આગેવાનો તથા કોર્પોરેટરે આવકારેલ હતાં.