Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજાબુંડામાંથી બાઇક ચોરને ઝડપી લેતું જામનગર એલસીબી

જાબુંડામાંથી બાઇક ચોરને ઝડપી લેતું જામનગર એલસીબી

ગાંધીધામમાંથી બાઇકની ચોરી : એલસીબીએ બાઇક કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

જામનગર તાલુકાના જાબુંડા ગામ પાસેથી એલસીબીની ટીમે ગાંધીધામમાંથી બાઇક ચોરી કરેલાં શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં મનસુર રઝાક હારૂન કકલ નામના શખ્સે કચ્છના ગાંધીધામમાંથી બાઇકચોરી કરી હતી અને આ તસ્કર જાબુંડા ગામ પાસે હોવાની એલસીબીના વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ.નિનામા તથા ટીમે વોચ ગોઠવી રૂા.20,000ની કિંમતના જીજે-12-બીક્યૂ-2672 નંબરના ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ પંચકોશી-એ ડિવિઝનને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે ગાંધીધામ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular