જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે દારૂના ચપટા સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પાસર થતા શખ્સને દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-58 વિસ્તારમાંથી પસાર થતા ગૌતમ ઉર્ફે ડોડો મુળજી ચાંદ્રા નામના શખ્સને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરિને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.900ની કિંમતના દારૂના 18 નંગ ચપટા મળી આવતાં અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી પસાર થતાં સમીર રસીદ ચંગડા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા.500ની કિંમતની દારૂની બોટલ મળી આવતાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.