Saturday, December 21, 2024
Homeરાજ્યમુંગણી ગામે કાર લઇને જઇ રહેલા બે મિત્રો ઉપર લોખંડના પાઈપ વડે...

મુંગણી ગામે કાર લઇને જઇ રહેલા બે મિત્રો ઉપર લોખંડના પાઈપ વડે હુમલો

ગુલાબનગર વિસ્તારમાં ત્રણ શખ્સોએ યુવકને માર માર્યો

- Advertisement -

મૂંગણી ગામે પંચાયત ઓફીસથી આગળ કાર લઇને જઇ રહેલા બે મિત્રોને રોકીને બે શખ્સોએ ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. અન્ય બનાવ જેમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે યુવકને માર માર્યાની રાવ સીટી બી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

- Advertisement -

મુંગણી ગામે સુરેન્દ્રસિંહ ભીખુભા કંચવા તેમના મિત્ર સંદીપસિંહ કંચવાને મોટરસાયકલથી ઘરે મૂકવા જતા હતા ત્યારે હરપાલસિંહ જીતુભા કેર અને મહિપાલસિંહ જીતુભા કેર નામના બે શખસોએ તેની વર્ના ગાડીની સાઈડ કાપી ઓવરટેક કરી ગાડી રોકી ગાળો કાઢી લોખંડના પાઈપ વડે માર મારી ફ્રેકચર સહિતની ઈજાઓ કરતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય બનાવ જેમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં સંજરી ચોકમાં રહેતા રફીકભાઈ મહમદભાઈ બુધાણી નામના યુવક ઉપર ગુલાબનગરના ત્રણ શખ્સો યુસુફભાઈ હબીબભાઈ જેમલાણી, નવાબ યુસુફ જેમલાણી, રફીક આમદ મથુપોત્રાએ કોઈ કારણસર લાકડાના ધોકા વડે માર મારી ઈજાઓ પહોચાડી હતી જે અંગે સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular