Saturday, December 21, 2024
Homeરાજ્યગુરુવારે ખંભાળિયા બનશે જલારામમય: જલારામ જયંતીની થશે ભાવભરી ઉજવણી

ગુરુવારે ખંભાળિયા બનશે જલારામમય: જલારામ જયંતીની થશે ભાવભરી ઉજવણી

જલારામ બાપાની પરંપરાગત શોભાયાત્રા તથા પ્રસાદી વિતરણનું આયોજન

- Advertisement -

સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 222 મી પુણ્યતિથિની ખંભાળિયામાં અનેરા ઉમંગ- ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે બાપાની પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આગામી જલારામ જયંતિ નિમિત્તે ગુરૂવાર તારીખ 11 નવેમ્બરના રોજ ખંભાળિયામાં લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ પુજ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. દર વખતની જેમ આ વખતે પણ આ શોભાયાત્રા સાંજે ચાર વાગ્યે અત્રે જોધપુર ગેઈટ ખાતે આવેલા જલારામ બાપાના મંદિર ખાતેથી નીકળશે. શહેરના જુદા જુદા માર્ગો પર ફરી અને આ શોભાયાત્રા અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજનવાડી ખાતે સંપન્ન થશે. માર્ગમાં અબીલ-ગુલાલ અને ફટાકડાની રમઝટ સાથે ભક્તો દ્વારા બાપાનો જયજયકાર કરવામાં આવશે. 

આ સ્થળે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી બુંદી અને ગાંઠિયા સ્વરૂપે જલારામ બાપાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ માટે જ્ઞાતિ અગ્રણી અને ટ્રસ્ટી રાજકોટના દેવેન્દ્રભાઈ વૃંદાવનદાસ બરછાનો આર્થિક સહયોગ સાંપળ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular