ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા સ્વરૂપમાં રહેલા કલા વારસાને પ્રોત્સાહિત કરવાના હેતુથી જામનગર જિલ્લા કક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતગત શનિ-રવિવારની જાહેર રજાઓમાં મહાનગરપાલિકાક્ક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોકડાયરો ગત તા.30 ઓક્ટોબરના રોજ સાંજે ૫ કલાકે એમ્યુઝમેન્ટપાર્ક, જામનગર ખાતે તથા જિલ્લા કક્ષાનો સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે તા.31 ઓક્ટોબરના રોજ સાંજે ૫ કલાકે ખોડીયાર મંદિર, બે ભાઈનો ડુંગર, મોરકંડા પાસે, જામનગર ખાતે શનિ-રવિવારની જાહેર રજાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરો યોજાયો હતો.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગર શહેર-જીલ્લાના કલા મહાકુંભ, યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાના જીલ્લા-શહેર, રાજ્યકક્ષાના વિજેતા થયેલ વિવિધ કલા સંસ્થાઓના કલાકારો દ્વારા ગરબા, રાસ, નૃત્યો, વાદન-ગાયન રજુ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે ખોડીયાર મંદિર મહંત પૂજ્ય અમૃતગીરી બાપુ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા, જામનગર તાલુકાના યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ સોનગરા, જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, મહેશજી ઠાકોર, ભરતભાઈ પરમાર, યોગ કોચ પ્રીતીબેન શુક્લ, ખોડીયાર મંદિર ટ્રસ્ટી વિઠલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કલાકારો તેમજ જાહેર જનતાએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.