Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોઠારી પરિવાર દ્વારા માતાના સંસ્કાર સિંચન અને સંસ્મરણ પ્રદર્શિત કરતાં પુસ્તકનું વિમોચન

કોઠારી પરિવાર દ્વારા માતાના સંસ્કાર સિંચન અને સંસ્મરણ પ્રદર્શિત કરતાં પુસ્તકનું વિમોચન

પંડિત મદન મોહન માલવીયા એવોર્ડથી સન્માનિત અતુલભાઇ કોઠારીએ પુસ્તકમાં દર્શાવી માતાની જીવન ઝરમર : વિમોચન કાર્યક્રમમાં દેશભરમાંથી આરએસએસ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

નવી શિક્ષણ નીતિના પ્રણેતા અને રાષ્ટ્રીય અગ્રણી પંડિત મદન મોહન માલવીયા એવોર્ડ સન્માનિત અતુલભાઇ કોઠારીએ તેના માતાની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે સહપરિવાર સાથે માતાનું સંસ્કાર સિંચન અને સંસ્મરણ પ્રદર્શિત કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે નાગપુરથી રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રમુખ સંઘ સંચાલિકા શાંતાકકાજી ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોઠારીના માતા રંજનબેન કેવલચંદ કોઠારીની પ્રથમ પૂણ્યતિથિએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ કોઠારીએ કહ્યું હતું કે, આ પુસ્તકમાં માતાજી સાથેના સંસ્મરણો અને તેમના જીવનની પ્રેરણાત્મક વાતોને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તક આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આજના દિવસે કોઠારી પરિવાર ટ્રસ્ટની પણ સ્થાપના કરી છે. જે ટ્રસ્ટ આગામી દિવસોમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિ કરશે અને મહિલાની સેવા કરશે, ‘ભાભી માઁ’-ન્યાસ (ટ્રસ્ટ) મહિલા ઉત્કર્ષ અને સેવાકિય પ્રવૃત્તિ કરશે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આવેલા શાંતાકકાજીએ પણ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. સમાજને પ્રેરણારૂપ ગણાવ્યો હતો અને અતુલભાઇ કોઠારીના માતા પ્રત્યેના પરિવારના પ્રેમને આવકાર્યું હતું. આ પ્રસંગરૂપ સમાજને પ્રેરણારૂપ ગણાવ્યો હતો.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ રાજયમાં રાષ્ટ્રીય સેવક સંઘનાં પ્રાંત સંઘચાલક મુકેશભાઇ મલકાન તથા અગ્રણીઓ, પૂર્વ સાંસદ વલ્લભભાઇ કથિરીયા, કુલપતિ નિતીન પેથાણી, ડો. અમલાણી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અતુલ કોઠારીને કેન્દ્ર સરકારે પંડિત મદનમોહન માલવીયા પુરસ્કારથી પુરસ્કૃત કરેલ હોય તેમના પૂર્વ વિદ્યાર્થી પરિષદ મિત્રો, જામનગરના હિતેન ભટ્ટ, ડો. હિતેશ જાની, મુકેશ દાસાણી, અશોક નંદા, ગીરીશ ગોજીયા, રાજેશ્રી જાની તથા વંદના ભટ્ટ અને કાલાવડના મિત્રો કિર્તી પટેલ, ડાયાલાલ ઉદેશીએ શાલ તથા પુષ્પગુચ્છથી તેમનું સન્માન કર્યું હતું. આ નિમીતે ન્યાય(ટ્રસ્ટ) ‘ભાભી માઁ’ની રચના કરવા આવી જે મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કરશે.

- Advertisement -

પુસ્તકનું પ્રકાશન ‘હેત્વી પબ્લીકેશન’ રાજકોટ દ્વારા થયું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રાંત સંઘ ચાલક મુકેશભાઇ મલકાન, ડો.બળવંત જાની (સાગર યુની.ના કુલધીપતિ) ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાન્હવી અને ઇશીતા વિજય કોઠારીએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular