Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતની એક ફૂલબજાર એવી જયાં રોજ લાખ્ખો રૂપિયાનો વેપાર

ભારતની એક ફૂલબજાર એવી જયાં રોજ લાખ્ખો રૂપિયાનો વેપાર

1921માં શરૂ થયેલી આ બજાર એવી છે જયાં એશિયામાં સૌ પ્રથમ વખત વીજળી પહોંચેલી !

- Advertisement -

રાત્રે 1 વાગ્યે બેંગલુરુવાસીઓ સૂતા હોય છે ત્યારે એશિયાના સૌથી મોટા ફૂલ બજારો પૈકી એક કે. આર. માર્કેટમાં હલચલ શરૂ થાય છે. ફૂલોથી ભરેલી ટ્રકોની નજીકના ફ્લાયઓવરની નીચે ટ્રાફિક જામ થાય છે. બીજા એક-બે કલાકમાં બજાર સજી જાય છે. સવારે 4 વાગ્યાથી જ ગ્રાહકો, છૂટક કે જથ્થાબંધ ફૂલ વેપારીઓ સુધી પહોંચવા લાગે છે. 1921થી આ બજાર સજી રહ્યું છે અને આખા એશિયામાં સૌપ્રથમ વીજળી પણ અહીં પહોંચી હતી. લોકડાઉનના 238 દિવસે બધું રોકી દીધું પણ છેલ્લા બે મહિનાથી આ બજાર કો2ોના પૂર્વેની સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે. માર્કેટ કોરોના પૂર્વેના સમયની સરખામણીમાં 50%થી વધુ પર પહોંચી ગયું છે.

આ ફેસ્ટિવલ સિઝન અને તે પછી શરૂ થઇ રહેલા માંગલિક કાર્યક્રમોથી અહીંના વેપારીઓએ આશા રાખી છે. કર્ણાટક ઉપરાંત આંધ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળથી પણ અહીં ફૂલો આવે છે. અહીં 2,200થી વધુ વેપારીઓ છે, જેમાં અંદાજે 400 જથ્થાબંધ વેપારીઓ છે. કોરોના પૂર્વે અહીં રોજનો સરેરાશ 3-4 કરોડ સુધીનો વેપાર થતો હતો. બેંગલુરુના હકીમ 40 વર્ષથી અહીં ફૂલો વેચે છે. તેઓ કહે છે કે દુર્ગાપૂજા વખતે થયેલા વરસાદે નફો ઓછો કરી દીધો. એ જ દુઆ છે કે દિવાળીના 3 દિવસમાં થોડા વધારે પૈસા કમાવવાની તક હોય છે ત્યારે પાછો વરસાદ ન થાય. ફૂલોથી ભરેલી બોરીઓ માથે ઊઠાવીને જતો સાબિર કહે છે કે તે રાત્રે 2 વાગ્યે મજૂરી માટે આવી જાય છે અને બપોરે 12 વાગ્યે કામ પૂરું થાય છે.

આટલી મહેનત બાદ તે રોજના 500થી 800 રૂ. કમાઇ લે છે. પવન માર્કેટમાં ફરીને સમોસા વેચે છે અને મહિને 30 હજાર રૂ. કમાય છે. 16 વર્ષથી ફૂલો વેચતા કે. આર. માર્કેટ વેન્ડર્સ એસો. ના અધ્યક્ષ દિવાકર જણાવે છે કે લોકડાઉનમાં માંગલિક પ્રસંગો અને પૂજા અનુષ્ઠાન બંધ રહ્યા, જેની ફૂલોના વેપાર પર પણ અસર થઇ પરંતુ હવે ધીમે-ધીમે ધંધો વધી રહ્યો છે. આ દિવાળી પ2 3 દિવસમાં 5-6 કરોડ રૂ.ના વેપારની આશા છે. બીજી તરફ હબીબ જણાવે છે કે તેઓ આસપાસથી ફૂલો ખરીદીને રોજ 20 હજારનો માલ લાવે છે, જેના પર 5 હજાર રૂ. બચી જાય છે. દિવાળીના 3 દિવસમાં રોજનું 2-3 લાખ રૂ.નું રોકાણ કરનારા વેપારીઓ પણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular