પ્રોજેકટ કમ્પ્લીશન અંગેની, 2016ની ઔદ્યોગિક નીતિના લાભો જૂલાઇ, 2022 સુધી મેળવી શકાશે : સરકાર
ગુજરાત સરકારે જામનગર સહિત રાજ્યભરની ઔદ્યોગિક નીતિના લાભો જૂલાઇ, 2022 સુધી મેળવી શકાશે, એવો સૈધ્ધાંતિક સ્વીકાર રાજ્ય સરકારે ગઇકાલે બુધવારે એક નિર્ણય દ્વારા જાહેર કર્યું છે.
રાજ્યભરના ઉદ્યોગકારો ઘણાં સમયથી આ માંગણી સરકાર સમક્ષ મૂકી રહ્યાં હતાં અંતે, પ્રોજેકટ કમ્પ્લીશન અંગેની મુદ્ત વધારીને સરકારે જૂલાઇ, 2022 કરતાં હજારો ઉદ્યોગકારોને મોટાં ફાયદાઓ પ્રાપ્ત થશે. કોવિડની સ્થિતિ ધ્યાનમાં રાખી સરકારે આ મુદ્તમાં 6 મહિનાનો વધારો આપવાનું સૈધ્ધાંતિક રીતે સ્વિકારી લીધું છે. જે ઉદ્યોગો 2016ની આ ઔદ્યોગિક નીતિનો લાભ મેળવી રહ્યાં છે અથવા મેળવવા ઇચ્છે છે. તેઓ આગામી જૂલાઇ સુધી આ નીતિના લાભો પ્રાપ્ત કરી શકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2016ની ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્યમાં કુલ રૂા. 12000 કરોડના ઔદ્યોગિક પ્રોજેકટ નોંધાયેલા છે. આ પ્રોજેકટ નજીકના દિવસોમાં પૂર્ણ થશે. જે ઉદ્યોગો વિવિધ કારણોસર હજૂ સુધીમાં પોતાની નોંધણી કરાવી શકયા નથી. તેઓને પણ ફાયદો મળશે અને જૂલાઇ પછી તેઓ પ્રોડકશન શરુ કરી શકશે. નજીકના ભવિષ્યમાં નવી ઔદ્યોગિક પોલિસી આવી રહી છે. ત્યારે નોંધણી માટેના આ નિર્ણયની કેવી અસરો થશે? તે મુદ્ે ચર્ચાઓ શરુ થશે.
ઘણાં ઉદ્યોગોએ રૂા. 500-1000 કરોડના રોકાણ કર્યા છે. પરંતુ કોરોનાની સ્થિતિને કારણે ઉત્પાદન શરુ કરી શકયા નથી અને, આ નિર્ણયથી સરકારને કોઇ નાણાંકીય અસરો નથી થવાની તેથી સરકારે આ નિર્ણય કર્યો હોવાનું સમજાઇ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2020ની ઔદ્યોગિક નીતિની વધુ આકર્ષક હતી અને તેથી ઉદ્યોગો ઇચ્છી રહ્યાં હતાં કે, 2016ની પોલિસીની મુદ્ત વધારવામાં આવે. આમેય, ચૂંટણી આવી રહી હોય સરકારને આ લોકપ્રિય નિર્ણય લેવામાં શું વાંધો હોય શકે?
2016ની નીતિમાં જે ઉદ્યોગો કોઇપણ કારણથી નોંધાયા નથી. તેવા ઉદ્યોગોના બારામાં સરકારે વિસ્તૃત નિર્ણયો લેવા પડશે. જો કે, ચૂંટણીના ભાગરુપે સરકાર ઉદ્યોગકારોની બધી જ માંગો સ્વિકારી લેશે એમ માનવામાં આવે છે.