Friday, December 27, 2024
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચોમેરથી આવેલ નફારૂપી વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં...

વૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચોમેરથી આવેલ નફારૂપી વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં 336 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૫૯.૯૬ સામે ૬૧૫૫૭.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૪૮૫.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૬.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૯૨૩.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૧૬.૭૦ સામે ૧૮૩૬૫.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૭૭.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૪૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. જો કે દેશમાં મોંઘવારી અસહ્ય બની રહી હોવા સાથે લાંબા સમયથી ભારતીય શેરબજારમાં શેરોમાં સતત તેજીનું તોફાન મચાવનારા ફંડો, મહારથીઓએ અંતે મંદીમાં આવ્યા હોવાના અને ઉછાળે નફારૂપી વેચવાલી વચ્ચે આજે શેરોમાં સતત ત્રીજા દિવસે કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચાઈનામાં આ કટોકટીની પરિસ્થિતિ વિકટ અને ફંડોની આગેવાની હેઠળ ઓપરેટરો તેમજ ખેલાડીઓની સાથોસાથ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે પણ ભારતીય શેરબજારમાં સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમા મોટાપાયે ધોવાણ થઈ જવા પામ્યું છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં બીએસઇ સ્મોલ કેપ તેમજ મિડકેપ ઇન્ડેક્સ ભારે કડાકો નોંધાયો છે.

- Advertisement -

જૂનના અંતિમ તબક્કામાં બીએસઇ સેન્સેક્સે ૫૩૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ સેન્સેક્સે તે પછીના સમય દરમિયાન સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ ચાલુ કેલેન્ડર વર્ષમાં બજારમાં એકધારી તેજીનો માહોલ ઉદ્ભવ્યો હતો. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉંચકાતા તેની વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ તેમજ સતત વધતી મોંઘવારીના કારણે અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની સંભાવના પાછળ ફંડો સહિત મોટા ખેલાડીઓ દ્વારા ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાની નીતિ અપનાવી મોટા પાયે નફો બુક કરવામાં આવતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, આઈટી, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૪ અને વધનારની સંખ્યા ૧૫૮૯ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસીઝે દેશની બેન્કિંગ વ્યવસ્થાના આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે. બેન્કોની એસેટ કવોલિટીમાં ઘસારો ધીમો પડયો છે અને કામકાજના વાતાવરણમાં સુધારો બેન્કોની એસેટ કવોલિટીને ટેકો આપશે એમ રેટિંગ એજન્સી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ધિરાણ ખર્ચમાં ઘટાડો એસેટ કવોલિટીમાં સુધારો કરાવશે અને નફાશક્તિ વધારશે. આગામી એકથી દોઢ વર્ષમાં ભારતના અર્થતંત્રમાં રિકવરી જળવાઈ રહેશે અને નાણાં વર્ષ ૨૦૨૨માં દેશનો આર્થિક વિકાસ દર ૯.૩૦% રહેવા એજન્સીએ અપેક્ષા વ્યકત કરી છે. કોર્પોરેટની નબળી નાણાં સ્થિતિ તથા ફાઈનાન્સ કંપનીઓને ભંડોળની ખેંચ બેન્કો માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા હતા પરંતુ આ જોખમો ઘટી ગયા છે.

કોર્પોરેટ લોન્સની કવોલિટીમાં સુધારો થયો છે જે સમશ્યાવાળી કોર્પોરેટ લોન્સને ઓળખીને તે માટે બેન્કોએ જોગવાઈ કરી લીધી હોવાના સંકેત આપે છે. રિટેલ લોન્સની કવોલિટી કથળી છે પરંતુ મર્યાદિત માત્રામાં, કારણ કે રોજગારમાં મોટેપાયે નુકસાન જોવાયું નથી. મોટાભાગની રેટેડ બેન્કસમાં મૂડીના પ્રમાણમાં વધારો થયો છે. કારણ કે આમાંની મોટાભાગની બેન્કોએ નવા શેર્સ જારી કર્યા હતા. બેન્કોમાં મૂડીમાં વધારો મર્યાદિત રહેશે કારણ કે, લોન વૃદ્ધિ માટે બેન્કો પોતાના અર્નિંગ્સનો જ વધુ પડતો ઉપયોગ કરશે. નીચા ધિરાણ ખર્ચને કારણે બેન્કોનું રિટર્ન ઓન એસેટસ ઊંચુ જશે. એમ મૂડી’સ દ્વારા અપક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

તા.૨૨.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૨૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૧૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૮૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૨૭૨ પોઈન્ટ થી ૧૮૩૦૩ પોઈન્ટ ૧૮૩૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૪૦૩૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૦૦૪૪ પોઈન્ટના પ્રથમ અને ૩૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૦૪૭૪ પોઈન્ટ થી ૪૦૫૩૭ પોઈન્ટ, ૪૦૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિ. ( ૨૮૫૮ ) :- હાઉસિંગ ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૭૭ થી રૂ.૨૮૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૫૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૬૬ થી રૂ.૨૬૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૧૯ ) :- રૂ.૧૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ ના બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૮૧૬ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૮૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૩ થી રૂ.૭૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૩૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૯૦ થી રૂ.૨૨૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • HDFC બેન્ક ( ૧૬૮૩ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૧૯૭ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૦ થી રૂ.૧૧૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૬ થી રૂ.૮૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૮૨૦ ) :- રૂ. ૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular