જિલ્લા પંચાયત કર્મચારીઓની સોસાયટીમાં ડીવાઈડરમાં માર્ગ આપવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લિમિટેડના ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી એન.યુ. સોરઠીયા તથા વાઈસ ચેરમેન ડી.બી.પરમાર દ્વારા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતના કર્મચારીઓની સોસાયટી લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલ છે. જ્યાં રાજકોટ 90 કિ.મી.નો માઈલ સ્ટોન આવેલ છે. જયાં રોડ ઉપર ડીવાઈડર આવેલ છે અને જ્યાં ડીવાઈડર ઉપર 90.840 કિ.મી. દર્શાવેલ છે. ત્યાં 10 મીટરનો ડીવાઈડર ઉપર કટ મૂકી આપવા માંગણી કરાઇ છે.
આ સોસાયટીમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓના અંદાજે 1500 જેટલા મકાનો હાલ છે. ઉપરાંત પ્રાઈમરી સ્કૂલ તેમજ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેથી આ અગાઉ તા.18/12/2010 થી તથા 2011 માં પણ આ સોસાયટી દ્વારા કટ મૂકવા માટે રજૂઆત કરવામાં આવેલ જેથી આ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત કાર્યવાહી કરવા માંગણી કરી છે.
જિલ્લા પંચાયત કર્મચારીઓની સોસાયટીમાં માર્ગ પરના ડિવાઈડરમાં કટ આપવા માંગણી
જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ.હાઉસીંગ સોસાયટી લિમિટેડ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત