લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બાઈક પર જતાં સરપંચ અને કોન્ટ્રાકટર યુવાનને સાત શખસોએ આંતરીને લાકડાના ધોકા ધારણ કરી મારી નાખવાની ધમકી આપી મંજૂર થયેલી ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી બળજબરીથી કમિશન આપવા ધમકાવ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના બબરજર ગામમાં રહેતા અને કોન્ટ્રાકટર તથા ગામના સરપંચ વજશીભાઇ રાજશીભાઈ બંધિયા નામના યુવાન ગત તા.9 ના રોજ સવારના સમયે તેના પત્ની સાથે લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાંથી પસાર થતા હતાં તે દરમિયાન વેજા વિક્રમ કરમુર, વિજય વિક્રમ કરમુર, ભરત વિક્રમ કરમુર, એભા વિક્રમ કરમુર, ધર્મેશ વેજા કરમુર અને બે અજાણ્યા સહિતના સાત શખ્સોએ દંપતીના બાઇકને આંતરીને લાકડાના ધોકા ધારણ કરી સરપંચને ભયમાં મૂકી ગ્રામ પંચાયતની મંજૂર થયેલી ગ્રાન્ટની રકમમાંથી 25 ટકા કમિશન બળજબરીથી આપવા માટે ધમકાવ્યા હતાં. આ ઘટના બાદ સરપંચ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે સાત શખસો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
સરપંચને આંતરીને બળજબરીથી કમિશન આપવા ધમકાવ્યા
બબરજર ગામના સરપંચ અને તેની પત્નીને આંતરી સાત શખ્સો દ્વારા ધમકી: ગ્રામ પંચાયતની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી કમિશનની માંગણી