Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરગુલાબનગર રેલવે ઓવરબ્રીજ પર મરામતના કારણે ડાયવર્ઝન

ગુલાબનગર રેલવે ઓવરબ્રીજ પર મરામતના કારણે ડાયવર્ઝન

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝન પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે કુદરતે ભારે હેત વરસાવતા શહેર-જિલ્લામાં મેઘકહેરની પરિસ્થિતિ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરના નીચાણવાળા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે માલ-મિલકત અને જાનમાલને પારાવાર નુકસાન થયું છે.

- Advertisement -

ઉપરાંત શહેર અને જિલ્લાના અનેક માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને જામનગર-રાજકોટ માર્ગ પર ગુલાબનગર નજીક આવેલો રેલવે ઓવરબ્રીજ વરસાદી પાણીના કારણે બદતર હાલતમાં ફેરવાઈ જતાં આ મુખ્ય માર્ગની મરામતનું કામ સોમવારથી શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ તરફ જતાં મુખ્ય ઓવરબ્રીજ રિપેરીંગના કારણે ડાયવર્ઝન કરવા માટે જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેથી રાજકોટ તરફ જતાં વાહનચાલકોએ વીકટોરિયા પુલ પછી જમણી તરફના માર્ગ પર મહાપ્રભુજીની બેઠક વાળા રોડ પર થઈને જવા માટેનું ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન માટે તંત્ર દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular