Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતCCTV : બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 55 લાખની લુંટ...

CCTV : બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 55 લાખની લુંટ ચલાવી શખ્સો ફરાર

- Advertisement -

- Advertisement -

ગીર સોમનાથ જીલ્લાના ઉના બસ સ્ટેન્ડ પર આજે સવારના સમયે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 40 લાખ રોકડા અને 15લાખ સહીત 55લાખના મુદ્દામાલની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર થયા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આજે સવારે પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી 40 લાખ રોકડા અને 15 લાખના દાગીના ભરેલી બેગ લઈ ઉનાથી ભાવનગર જઇ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. કર્મચારી બસમાં બેઠો અને બસ ઉપડે તે પહેલા જ બસમાં એક લુંટારૂ બુકાની બાંધીને બેઠા હતા અને કર્મચારીના હાથ માંથી બેગ ઝુંટવી ભાગ્યા હતા. એક લુંટારૂ બસ પાસે ઉભો હતો અને બન્ને બેગ લઇને ભાગતા આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કર્યો હતો પરંતુ અન્ય સખ્શ એક કાર લઇને ઉભો હતો તેમાં તેઓ નાસી છૂટ્યા. રામદાસભાઈએ તેનો પીછો કર્યો પરંતુ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી તેઓ નાશી છૂટ્યા હતા. લૂંટની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular