Saturday, December 6, 2025
Homeરાજ્યયુવાન પર હુમલા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

યુવાન પર હુમલા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા મેરામણભાઈ કરણાભાઈ છુછર નામના 28 વર્ષના આહીર યુવાન વાડી વિસ્તારમાંથી જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ જ ગામના લખમણ રામભાઈ છુછર, દેવાત લખમણ છુછર, કાના લખમણ છુછર અને દેવશી ભીમાભાઈ ચાવડા નામના ચાર શખ્સોએ તેઓના અટકાવી, ‘અમારી સ્ત્રીઓ સામે કેમ જોયા કરે છે?’- તેમ કહીને ઝઘડો કર્યો હતો.આટલું જ નહીં, ફરિયાદી મેરામણભાઈને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular