Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં મગફળીની આવક થતાં તામિલનાડુથી વેપારીઓ ખરીદી અર્થે પહોંચ્યા

હાપા યાર્ડમાં મગફળીની આવક થતાં તામિલનાડુથી વેપારીઓ ખરીદી અર્થે પહોંચ્યા

6000 મણ મગફળીની આવક

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળી તથા કપાસની ભરપૂર આવક શરુ થઇ ચૂકી છે. ખેડૂતોને જણસીનો ભાવ પણ ઉંચો મળી રહ્યો હોય, ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઇને પહોંચી રહ્યાં છે.

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાનુસાર જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થઇ ચૂકી છે. જેના પગલે તામિલનાડુથી વેપારીઓ હાપા યાર્ડમાં મગફળીની ખરીદી કરવા આવી પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે, જામનગરની મગફળીની તામિલનાડુના વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે. ગત વર્ષે પણ તમિલનાડુથી વેપારીઓ મોટી સંખ્યામાં જામનગર આવ્યા હતાં. આ વર્ષે પણ મગફળીની આવક શરુ થતાં તમિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવી પહોંચ્યા છે.

બીજા યાર્ડોની સરખામણીમાં હાપા યાર્ડ મગફળીના ભાવો પણ ઉંચા જોવા મળી રહ્યાં છે. 20 કિલો મગફળીના ભાવ રૂા. 1360 સુધી રહ્યાં હતાં. 6000 મણ મગફળીની આવક થવા પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular