Friday, December 27, 2024
Homeરાજ્યજુનાગઢનો 10 વર્ષનો બાળક ચારેકોર ચર્ચામાં, 14 ફૂટના અજગરના મોઢા માંથી પોતાનો...

જુનાગઢનો 10 વર્ષનો બાળક ચારેકોર ચર્ચામાં, 14 ફૂટના અજગરના મોઢા માંથી પોતાનો પગ છોડાવ્યો

માલધારી પિતાએ પુત્રને શિખવાડેલ વાતોથી બાળકમાં હિંમત આવી

- Advertisement -

જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમમાં એક 10 વર્ષીય બાળક રમી રહ્યો હતો ત્યારે અચાનક અજગરે તેનો પગ પકડીને શિકાર કરવાની કોશિશ કરી પરંતુ બાળકે હિમંતભેર અજગરને મુક્કો મારી તેના મોઢા માંથી પોતાનો પગ છોડાવ્યો છે. બાળકની આ હિંમતને લઇને તેના વખાણ થઇ રહ્યા છે.

- Advertisement -

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષીય પુત્ર આશિષ પોતાના ખેતરમાં આવેલા ઘર પાસે રમી રહ્યો હતો. તે સમયે 14 ફૂટનો અજગર અચાનક આવી જતા આશિષનો પગ પકડી તેનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 10વર્ષના આ બાળકે જરા પણ ડર રાખ્યા વગર અજગરના મોઢા પર મુક્કો માર્યો બાદમાં બાજુમાં પડેલા પથ્થરના ઘા મારીને તેના મોઢા માંથી પોતાનો પગ છોડાવ્યો હતો. પરિણામે તેની ખુબ પ્રશંશા થઇ રહી છે. બાદમાં આશિષએ તેના પરિવારજનોને આ વાત જણાવતા તેના પિતાએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. અને વન વિભાગના સ્ટાફે મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. 

આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકના મેંદરડા ખાતે લઈ જવાયો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ  ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાત બેસાડી દીધા હતા.

- Advertisement -

બાળકના પિતા માલધારી હોય અને તેઓ અવારનવાર તેને વન્ય જીવ બાબતે શીખવાડતા હોય અને તેનો સામનો કેવી રીતે કરવો તે પણ કહ્યુ હોવાથી બાળકને તે વાતો યાદ હોય અને હિંમતપૂર્વક તેણે અજગરનો સામનો કર્યો હતો પરિણામે તેનો જીવ બચી ગયો છે.        

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular