એક બાજુ ચોમાસાએ વિદાય લીધી છે તો બીજી તરફ દેશના કેટલાક ભાગોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. કેરળમાં પુરની સ્થિતિ સર્જાઈ છે પરિણામે 27 જેટલા લોકોના અત્યાર સુધી મૃત્યુ નીપજ્યા છે અને કરોડોનું નુકશાન થયું છે. વરસાદથી પઠાનમથિટ્ટાના પહાડી વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. ભારતીય સેના અને ઈન્ડિયન એરફોર્સની ટીમો રાહત બચાવ કાર્યમાં લાગી છે. તિરુવનંતપુરમ, કોલ્લમ સહિત 7 જિલ્લામાં યલ્લો અલર્ટ જાહેર છે. જ્યારે પઠાનમથિટ્ટા સહિત 5 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું. જેનો વિડીઓ સામે આવ્યો છે.
એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. હજુ પણ બે દિવસ સુધી કેરળમાં વરસાદનું જોર રહેશે. ભારે વરસાદના પરિણામે સર્જાયેલી પુરની અર્હીતીના લીધે અનેક લોકો લાપતા છે. નેવી હેલિકોપ્ટર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રાજ્યની વર્તમાન સિૃથતિને અતી ગંભીર ગણાવી છે. જ્યારે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અહીંના તિરૂવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, પઠાનમિથટ્ટા, અલાપ્પુઝા અને અર્નાકુલમ જિલ્લામાં 40 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને સિૃથતિ અંગે જાણકારી મેળવી હતી સાથે મદદ કરવાની ખાતરી પણ આપી હતી.