Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર ચૂકવવા માંગણી

જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર ચૂકવવા માંગણી

જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા કલેકટરને આવેદનપત્ર

- Advertisement -

જામનગર જિલ્લામાં આ વર્ષે કુદરત તો રૂઠયો જ છે સથો સાથે સરકાર ખેડૂતોને દાઝયા ઉપર ડામ દેવાનું કામ કર્યુ છે. કહેવાતી સંવેદનશીલ સરકારે ખેડૂતો સાથે ઉઘાડી છેતરપિંડી કરે છે. સરકારે પહેલાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એસડીઆરએફ યોજના સાથે સાથે 22 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કર્યુ કે, સરકાર ઘર વખરી પેટે 7000 રૂપિયા, પૂર સહાય પેટે 10 હજાર, દુધાળા પશુ સુધી 50 હજાર લેખે, પાકા મકાન 15000, કાચા મકાન 10 હજાર, ઝુંપડાઓ 10 હજાર ઘેટા બકરાઓ 5000 સુધી આપવાની ભ્રામક જાહેરાતો તો કરી દીધી પણ કહેવું કઇંક ને કરવું કઇક એ આ સરકારના સંસ્કાર છે. એ મુજબ સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી પણ અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી અત્યારે અસરગ્રસ્ત નાગરિકો, ખેડૂતો સરકારે ખેડૂતો સાથે ઉઘાડી છેતરપિંડી કર્યાનો અહેસાસ કરી રહ્યા છે.

જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વાવણીનો વરસાદ થયા બાદ સતત 35 થી 40 દિવસ સુધી વરસાદ જ ન પડયો એમાંય જામનગર અને લાલપુર તાલુકામાં તો 11 સપ્ટેમ્બર સુધી મોસમનો કુલ વરસાદ 20 ટકા કરતા પણ ઓછો સરકારની વેબસાઈટ પર નોંધાયેલો છે. 31 ઓગસ્ટ સુધીમાં જે તાલુકાઓમાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ હોય જે તાલુકાઓમાં સતત 28 દિવસ સુધી વરસાદ પડયો ન હોય તેવા તમામ તાલુકાઓને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે. આપણા જિલ્લામાં જોઇએ તો વાવણી પછી સતત 28ના બદલે 35-40 દિવસ સુધી વરસાદ નોંધાયો જ નથી. સાથે સાથે 31 ઓગસ્ટ સુધીમાં 10 ઈંચ થી ઓછો વરસાદ ધ્રોલ, જોડિયા, જામનગર, લાલપુરમાં સરકારની વેબસાઈટ પર નોંધાયો છે. તા.12 અને 13 સપ્ટેમ્બરના રોજ વરસાદે જિલ્લામાં જે તારાજી સર્જી તે બાબતે મુખ્યમંત્રી એ પોતે સ્વીકાર્યુ છે કે, 25 થી 30 ઈંચ જેટલો વરસાદ પડયો છે એટલે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અતિવૃષ્ટિની જે વ્યાખ્યા છે તે મુજબ વરસાદ જામનગરમાં નોંધાયો છે. મહોદાય જામનગર જિલ્લો 31 ઓગસ્ટ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ મુજબ વ્યાખ્યામાં આવે, સતત 28 દિવસ વરસાદ ન પડયો હોય તેની વ્યાખ્યામાં જામનગર જિલ્લો આવે અને સતત 48 કલાકમાં 25 ઈંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિની વ્યાખ્યામાં પણ જામનગર જિલ્લો આવે તેમ છતાં હજુ સુધી જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન યોજના લાગુ જ કરવા આવી નથી. આ સાબિત કરે છે કે, આ સરકાર જાહેરાતોની સરકાર છે અમલ કરવામાં ખેડૂતોને કાયદેસરના હકક અને અધિકાર આપવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આ મામલે જામનગર જિલ્લા કોંગે્રસ સમિતિ પ્રમુખ જિવણભાઈ કુંભારવડિયા, ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા સહિતનાઓએ કલેકટર ડો. સૌરભ પારઘીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular