Thursday, January 2, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતના યુવાનોને નશાના દુષણથી બચાવવા માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના યુવાનોને નશાના દુષણથી બચાવવા માટે સરકારનો મોટો નિર્ણય

- Advertisement -

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું છે કે ગુજરાત સરકારે યુવાનોએ નશાના દુષણથી બચાવવા માટે મહત્વનો નિણર્ય લીધો છે. નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. યુવાઓ દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહેશે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ડ્રગ્સ કેસમાં બાદમીદારને રિવોર્ડ આપવામાં આવશે.

- Advertisement -

ગૃહમંત્રીએ જણાવ્યું છે કે જે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં. એન.ડી.પી.એસ. અધિનિયમ-1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20 % સુધીના રીવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ. 20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી, ચુકવણી માટે પાત્ર રહેશે. એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/ અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં.

આ રીવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચુકવાશે અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ તે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે. સરકારી કર્મચારી કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular