આ કેસની હકિક્ત એવી છે કે, ફરીયાદી વાલજીભાઈ રાજાભાઈ ચાવડા તેઓ નિવૃત પોલીસ કર્મચારી હોય, તેમને જામનગરના હર્ષદભાઈ શાહ સાથે મિત્રતાના કારણે હર્ષદભાઈના પુત્ર આરોપી નિરવ કે જે પશ્ર્ચીમ ગુજરાત વિજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હોય જેથી નિરવ શાહે વાલજીભાઈને પોતાની લોનની ભરપાઈ કરવા માટે થોડો સમય માટે રૂા.10,00,000ની રકમની માંગણી કરતા મદદરૂપ થવાના આશયથી તેમના બેંક ખાતામાં નિવૃત થયા બાદ આવેલ રકમમાંથી નિરવના ખાતમાં રૂા.10,00,000 ની રકમ ટ્રાન્સફર કરી હતી. આ રકમની પરત ચુક્વણી માટે આરોપી નિરવ શાહે ફરીયાદીને તેમના ખાતાનો ચેક આપેલ અને ચેક આપતી વખતે વિશ્ર્વાસ આપેલ કે, ચેક નિયમ મુદત તારીખે પાસ થઈ જશે, આમ, આરોપીનો ચેક નિયત મુદત તારીખે ફરીયાદીએ ભરણા માટે મોકલેલ આમ, ચેક જમાં કરાવતા ચેક એકાઉન્ટ કલોઝડના શેરાથી પરત ફરેલ જેથી આરોપીને કાનુની નોટીસ આપેલ જેનો કોઈ જવાબ આપેલ નહી અને કાયદેસરની લેણી રકમ પણ પરત કરેલ નહી, જેથી ફરીયાદીએ અદાલત સમક્ષ્ા તેમના સાથે થયેલ વિશ્ર્વાસધાત અને છેતરપીંડી તથા મોટી રકમ મિત્રતાના નાતે મેળવી અને ત્યારબાદ ચેક આપી અને ખાતું બંધ કરાવી દીધેલ, ત્થા લીગલ નોટીસનો પણ જવાબ ન આવતા આરોપી વિરૂધ્ધ ધી નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે રૂા.10,00,000ની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરીયાદી વાલજીભાઈ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ ત્થા રજનીકાતં આર. નાખવા રોકાયેલા છે.